હું સારથી મીનાક્ષીબેન
સમાજનાં દરેક બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મળે અને કુપોષણને કારણે તેમનો સર્વાંગી વિકાસ ના અટકે તે માટે મારો પ્રયાસ સારથી
બનવાનો છે. સમાજનાં દરેક બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મળે અને કુપોષણને કારણે તેમનો સર્વાંગી વિકાસ ના અટકે તે માટે મારો પ્રયાસ સારથી
હું સારથી જગદિશભાઈ
વર્તમાન સમયમાં આપણી આસપાસ બનતી સમસ્યારૂપ બાબતો/ ઘટનાઓની સમાજનાં દરેક વર્ગ પર થતી અસરો તથા તેનાં સામેનાં સાવધાની / રક્ષાત્મક ઉપાય લાવવા તથા સમાજમાં જુદા જુદા વર્ગો વચ્ચે શાંતિ અને વિશ્વાસભર્યું વાતાવરણ બની રહે તે માટે મારો પ્રયાસ સારથી બનવાનો છે.
હું સારથી તુષારભાઈ
મોબાઈલ, કમ્પ્યુટર અને અન્ય માધ્યમોમાં ટેકનોલોજીનાં ઉપયોગથી બાળકોનો માનસિક વિકાસ થાય છે. શિક્ષણ સાથે ટેકનોલોજી નો ઉપયોગ કરી કેવી રીતે જીવન સરળતાથી કામો કરી શકાય જેનાથી સમય અને પૈસા બન્ને ની બચત થાય સાથે સાથે જ્ઞાનમાં પણ વધારો થાય. આ બાબતને વધુને વધુ લોકો જાણે અને જીવનમાં ઉપયોગ કરે તે માટે મારો પ્રયાસ સારથી બનવાનો છે.
હું સારથી રાજુભાઈ
ગામડાઓ માંથી રોજગારી માટે શહેરોમાં આવી વસેલા સમુદાય માંથી હાલમાં જેમનાં બાળકો બેરોજગાર છે અને તેમનાં વતનમાં મકાન તથા જમીન હોવા છતાં શહેરોમાં વસવાટ કરી હાલાકી ભોગવી રહ્યા છે. આ લોકો શહેર માંથી ગામડા તરફ પાછા ફરે અને ખેતી, પશુપાલન, કે અન્ય કોઈ વ્યવસાય અપનાવી આર્થિક પ્રગતિ કરે તે માટે મારો પ્રયાસ સારથી બનવાનો છે.
હું સારથી મેહુલભાઈ
દરેક માનવી અને પશુ-પક્ષીઓ ની પ્રાથમિક જરૂરીઆત હવા, પાણી, ખોરાક છે. સમાજમાં સર્વે વર્ગનાં સહકાર થકી સ્વચ્છ વાતાવરણ તથા પ્રકૃતિનાં રક્ષણ સાથે સર્વેને સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે મારો પ્રયાસ સારથી બનવાનો છે.